જીવન
જીવન


જીવનની દરેક ક્ષણ ને અદ્ભુત રીતે માણો,
તમે આજે છો અને કાલે નથી એ હકીકત રોજે જ સ્વીકારો,
હાં,અઘરું છે જીવન ક્યારેક, પરીક્ષાઓ પણ કરે છે ક્યારેક...
પણ નાસીપાસ થવાથી કોણે મેળવ્યું છે સુખ?
જે ઝઝૂમ્યા છે તેમણે જ કર્યું છે દુઃખને દૂર..
આંખો બંધ કરી અંતરનો સાદ સાંભળો,
ઊંડો શ્વાસ ભરી લાંબી ફલાંગ લગાવો,
વિશ્વાસ છે તો પથ્થરમાં પણ રામ છે,
અને હિંમત છે તો હાર ન માનવામાં જ હનુમાન...!