Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

જીવન સુંદર પ્રવાસ લાગે છે

જીવન સુંદર પ્રવાસ લાગે છે

1 min
124


હજારોની ભીડમાં પણ તું મારી આસપાસ લાગે છે,

ખબર નહીં પણ કેમ તું મને મારો ખાસ લાગે છે !


દુનિયાની ચાલાકીઓ તારામાં હજુ નથી આવી,

તું તો દુનિયાથી સાવ અજાણ, નિખાલસ લાગે છે,


દર્પણ જોઉં ને તારો ચહેરો નજર આવે મને,

બસ તારા સાથ થકી જ આ જીવનમાં મીઠાશ લાગે છે,


તારા થકી જ ઉજળી મારી સઘળી રાતો,

તું ન હોય તો જાણે અમાસ લાગે છે !


તારા સંગે કાંટાળી ડગર પણ ફૂલો સમી લાગે,

તારા સંગાથે જ જીવન સુંદર પ્રવાસ લાગે છે,


તારા નામે જ આ ધડકે છે હૈયું મારું,

મારા હૈયે સદા થઈ ગયો તારો નિવાસ લાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy