જીંદગી ની હકીકત
જીંદગી ની હકીકત
દિલનાં અરમાન અધુરા રહી જવાના
સંબંધના છેડા આખરે છુટી જવાના ....
આ કેવો મેળ આત્મા ને પરમાત્માનો
જગનાં સંબંધો પરપોટા સમા એક દિવસ ફુટી જવાના ......
બાગમાં કેવા ખિલ્યા છે ફુલ મજાના
એક દિવસ તે કરમાઇ જવાના ........
જેનો જન્મ છે, એનો મોત છે હકીકત સનાતન
કાચના ટુકડા અંતે ટુટી વિખરાઈ જવાના.......
જન્મના ફેરા ને સફળ બનાવી લઈએ મોજથી
અંતે કર્મ નામે આપણે ફુટી જવાના .......
