જીકે અંતાક્ષરી 53
જીકે અંતાક્ષરી 53
(૧પ૭)
ઢોલ જેવો અવાજ કરે,
જબલપુરમાં ધૂંવાધાર ધોધ;
મધ્યપ્રદેશના પન્ના પાસે,
ખાણોમાંથી થાય હીરાની શોધ.
(૧પ૮)
ધનબાદમાં કોલસાની ખાણ,
સિંદરીનું ખાતરનું કારખાનું;
દિલ્હી ભારતનું પાટનગર,
અનેક ઈતિહાસનું સ્વર્ણ પાનું.
(૧પ૯)
નાસિક પાસેનું શિરડી ગામ,
સાંઈબાબાનું તે પ્રસિદ્ઘ ધામ;
રાજસ્થાનના ખેત્રીમાં,
થાય છે તાંબાની ખાણોમાં કામ.
(ક્રમશ:)
