જીકે અંતાક્ષરી 22
જીકે અંતાક્ષરી 22
(૬૪)
કુચીપુડી આંધ્રપ્રદેશમાં,
તનમાં જગાવે અનેરી સ્ફૂર્તિ;
નૃત્યકારો તેમાં પ્રસિદ્ઘ,
તીર્થનારાયણ, યામિની કૃષ્ણમૂર્તિ.
(૬પ)
તાલ ઓડિસી નૃત્યનો,
ઓરિસ્સામાં ખૂબ જામે;
સંયુકતા પ્રાણીગ્રહી ને સોનલ માનસિંગ,
પહોંચે પ્રસિદ્ઘિના મુકામે.
રાષ્ટ્રીય ભારત
(૬૬)
મહાન છે ભારત દેશ,
રાષ્ટ્રીયતા તેની ભારતીય;
‘વંદે માતરમ્’ને ગણાયું
આ દેશનું ગીત રાષ્ટ્રીય.
(ક્રમશ:)
