જીકે અંતાક્ષરી 20
જીકે અંતાક્ષરી 20
(પ૮)
રવિશંકરજી સિતાર વગાડી,
સૂરનો મેળવે પ્રાસ;
સરોદ વાદનમાં ખૂબ ખીલે,
અલી અકબરખાં ખાસ.
(પ૯)
સંતુર સાથે નાતો જોડે,
પંડિત શિવકુમાર શર્મા;
વાયોલિન પણ નાચી ઊઠે,
વી. સી. જોગના કરમાં.
નૃત્ય, નર્તકો અને રાજ્ય
(૬૦)
મણિપુરી નૃત્યમાં ચમકે,
અમુદાન શર્મા, દર્શના ઝવેરી;
મણિપુર રાજ્યમાં તેને જોઈ,
લોકો ખુશી મેળવે અનેરી.
(ક્રમશ:)
