જીકે અંતાક્ષરી 03
જીકે અંતાક્ષરી 03
(૭)
ટનલ લાંબી જવાહર,
કશ્મીરમાં પોણા બે માઈલ;
મોટો મહાત્મા ગાંધી પુલ,
સાડા પાંચ કિમી તેની મંજિલ.
(૮)
લાલ કિલ્લો સૌથી મોટો,
તે વધારે દિલ્હીની સુંદરતા;
ઈલોરાની ગુફા મોટી,
તેનાં ચિત્રો થકી સૌ વખાણતાં.
(૯)
તાજુલ-એ-મસ્જિદ મોટી,
ભોપાલને તેથી મળે દાદ;
મેળામાં મોટો કુંભમેળો,
સ્થળ તેનું અલાહાબાદ.
(ક્રમશ:)
