STORYMIRROR

Pooja Patel

Abstract Fantasy

3  

Pooja Patel

Abstract Fantasy

ઝરૂખો

ઝરૂખો

1 min
626

મારાં ઝરૂખા એ જોઈ છે દુનિયા સારી,.

શબ્દોથી ઢાળવાની અહીં, કોશિશ રહેશે મારી,


શમી સાંજથી લઈને ઘોર અંધારી રાત,

મારાં ઝરૂખા એ જોઈ છે આખી દુનિયાની વાત,


સોનામહોરથી લઈને બીટ કોઇન સુધીની સફર,

મારાં ઝરૂખા એ જોઈ છે ટેકનોલોજીની દરેક ડગર,


મારો ઝરૂખો મને બાળપણની યાદ અપાવે છે,

સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીની બધી જ પળો બતાવે છે,


ટાઇપ રાઇટર ના જમાનાથી લઈને ટચ સ્ક્રીનની સફર,

અમારા પરિવારે બનાવ્યું છે, ઝરૂખામાં યાદોનું નગર,


જીવવાની મજા મને, ઝરૂખામાં વધારે આવે છે,

કેમ કે મીઠી નીંદરનાં સપનાં ઝરૂખાની હવામાં જ આવે છે,


મારાં ઝરૂખા માટે મને શબ્દો ઓછાં પડશે,

પણ ઝરૂખો મારાં મનમાં હંમેશા ગણગણાટ કરશે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract