STORYMIRROR

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Thriller Others

3  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Thriller Others

ઝંખના

ઝંખના

1 min
212

નામના થવાની ઝંખના પણ રે'વાની,

કામના થવાની પણ ઝંખના રે'વાની,


બે મણ લાકડા ને બે કિલો ઘી જવ તલ

અંતે રાખ થવાની પણ ઝંખના રે'વાની,


નાની અમથી ઢોચકીમાં રાખ ને હાડકા

તોય ગંગામાં જવાની ઝંખના રે'વાની,


તેરમાનો ખાટલો ને ખાટલામાં કૌતુક

વૈતરણી પાર કરવાની ઝંખના રે'વાની,


મુક્તિ મોક્ષ બધું ઠીક મારા ભાઈ

ગર્ભશ્રીમંત થવાની ઝંખના રે'વાની,


જીવતાની ક્યાં માંડી ધૂણતાં ને પૂછ

ભૂત બની નેય વળગવાની ઝંખના રે'વાની,


છોડી જર જમીન જોરૂ ચાલ્યો જંગલ

ઝંખના છોડવાની પણ ઝંખના રે'વાની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Thriller