STORYMIRROR

Dr.Riddhi Mehta

Thriller

3  

Dr.Riddhi Mehta

Thriller

વિલાયેલું હાસ્ય

વિલાયેલું હાસ્ય

1 min
207

એક દિ' સપનાંની મીઠી નિંદરડીમાં,

આવ્યું કે આજનું ડરામણું સપનું,


છે ડોક્ટર બનવાની છેલ્લી પરીક્ષા,

વાંચવાની કંઈ આવી મોટી અડચણો,


ને હું થઈ ગઈ ફાઈનલમાં ફેઈલ...

પહેલીવારનો શબ્દ જીવનનો નાપાસ,


હું તો થઈ એકાએક નાસીપાસ,

ભરનિદ્રામાં ઠંડીમાં રેબઝેબ થતી હું,


ધકધક કરતાં દિલનાં ધબકારા સાથે,

આંખો મેં ખોલી હિંમતથી એકવાર,


પથારીમાં સફાળી હું થઈ તરત બેઠી,

આ શું કાલે સવારે તો મને મળવાનો,


એક ગોલ્ડમેડાલિસ્ટનો મોટો ખિતાબ,

ને વિલાયેલું હાસ્ય ફરી ઝળહળી ઉઠ્યું !!                    


Rate this content
Log in

Similar gujarati poem from Thriller