શબ્દ સાધના
શબ્દ સાધના


ચૈત્રી પૂનમનાં શીતળ અને પાવનકારી દિને;
શારદા બા એ પ્રયાણ કર્યું વૈકુંઠ ધામે.
પુષ્પની સુવાસ પ્રસરાવી ભંડારીજીના રામદ્રારે;
શારદા બા એ પ્રયાણ કર્યું વૈકુંઠ ધામે.
મુખમાં રામ નામનું સ્મરણ નિત્ય પ્રભાતે;
શારદા બા એ પ્રયાણ કર્યું વૈકુંઠ ધામે.
આરતી રમતા રામ તુમ્હારી રમ..રમ.. બા હૈયું સમરે;
શારદા બા એ પ્રયાણ કર્યું વૈકુંઠ ધામે.
શિર સદાયે ઝૂકાવ્યું સંત ચરણ કમળે;
શારદા બા એ પ્રયાણ કર્યું વૈકુંઠ ધામે.
સંત સેવા, સંત પૂજા, દાન દક્ષિ
ણા નિત તહેવારે;
શારદા બા એ પ્રયાણ કર્યું વૈકુંઠ ધામે.
ભાગવત સપ્તાહ, રામકથા, ભજનો પ્રભાતે;
સાંભળે, બા અને તેમની ભજન મંડળી સંતનાં મુખે;
શારદા બા એ પ્રયાણ કર્યું વૈકુંઠ ધામે.
ભાઈ- બહેન, ભાણેજ -ભત્રીજા,વહુ સંતાન સહુ ને;
બા એ પરિવાર જનોને ખૂબ વ્હાલ કીધાં રે;
શારદા બા એ પ્રયાણ કર્યું વૈકુંઠ ધામે.
પંચમહાભૂત તત્વોમાં દેહ વિલય જોઈ બા તમારો;
સ્વજનો રુદન કરે આ અણધારી વિકટ ક્ષણે;
તમ આશિષ બનાવી રાખજો આ સ્વજનો શિરે;
શારદા બા એ પ્રયાણ કર્યું વૈકુંઠ ધામે.