ભાગલા
ભાગલા


પડ્યા દેહના ભાગલા
ભેગા મળ્યા બગલા
કોઈને મળ્યું કર્ણક
બીજાને વળી ક્ષેપક
ધમની શીરા જામી ગયા
પાડોશી બધા જાગી ગયા
સેઢે બન્યો હ્રદયપટલ
વચ્ચે પડયા ગામના પટેલ
એકને ભાગે નાનું મગજ
બીજાને મળ્યું મોટું મગજ
વાંધે પડ્યું ચેતાતંત્ર
ગોરે ભણ્યા મંત્ર તંત્ર
એકે ડાબી બીજે જમણી આંખ
કપાઈ ગઈ બેઉની પાંખ
કાનના ભાગ તો પડયા
નાકમાં મોટા વાંધે ચડ્યા
એક એક બેયે હાથપગ લીધા
ચાલવા હાથમાં ટેકણિયા લીધા
એકને ભાગે કૂવો આવ્યો
બીજાને જલભંડાર આવ્યો
ખેતર શેઠે ગીરો લખાવ્યું
કૂવે જાવા ભુંગળુ નખાવ્યું
વ્યાજ ચૂકવવા વેચ્યું ખોળિયું
માથા વગર મૂકવું કંયા મોળિયું
પ્રાણ પંખેરુ ઉડી ગયું
ગીધ બાકીનું લૂંટી ગયું
પડ્યા દેહના ભાગલા
બેઉ રહ્યા વગર ડગલા.