મારા મંતવ્ય
મારા મંતવ્ય


વહેતી રહું મારા અંતરમાં લોહીની જેમ,
લડતી રહું મારા શરીરમાં શ્વેત કણોની જેમ,
કહેતી રહું મારા આત્માને વહેતી રહે પાણીની જેમ,
સહતી રહું મારા દર્દોને માંની મમતાની જેમ,
ફેલાવતી રહું મારા વિચારોને મહેકતા ફૂલોની જેમ,
શણગારતી રહું મારા મનને સકારાત્મક વિચારોની જેમ,
સમજાવતી રહું મારા શબ્દોને ગૂંચવાયા વગરની માળાની જેમ,
જીવતી રહું મારા જીવનને કિનારાની માટીની જેમ.