સહનશક્તિની મુદ્રા
સહનશક્તિની મુદ્રા


એ જિંદગી, ઊંડા પાણીમાં ડુબાવનારી તું,
મને નાવડી બનતા શીખવે છે.
પર્વત પર પછાડનારી તું,
મને પથ્થર બનતા શીખવે છે.
પ્રેમનું અનુકરણ કરાવનારી તું,
મને વિશ્વાસ બનતા શીખવે છે.
લાગણીથી પિંગાળનારી તું,
મને મીણબત્તી બનતા શીખવે છે.
ક્ષણ ક્ષણ જીવાડનારી તું,
મને શ્રેષ્ઠ પાત્ર બનતા શીખવે છે.
એ જિંદગી તું મને સહનશક્તિની,
મુદ્રા બનતા શીખવે છે.