મનની વ્યથા
મનની વ્યથા


કહેવું ઘણું છે,
પરંતુ શબ્દો ની માળા બની ને રહી જાઉં છું.
વરસવું ઘણું છે,
પરંતુ કાળા વાદળો બની ને રહી જાઉં છું.
માણવું ઘણું છે,
પરંતુ સ્થિર મુદ્રા બની ને રહી જાઉં છું.
પીગળવું ઘણું છે,
પરંતુ પત્થર બની ને રહી જાઉં છું.
વહેવુ ઘણું છે,
પરંતુ સરોવર બની ને રહી જાઉ છું
જીવવું ઘણું છે,
પરંતુ ચિંતાની કઠપૂતળી બની ને રહી જાઉં છું!