STORYMIRROR

mansi khalasi

Romance

4  

mansi khalasi

Romance

તારું વર્ણન

તારું વર્ણન

1 min
505

તારા નયનોમાં વસ્તી મારી છબી

અને તારા નયનોને નિહાળી રહી હું,

જાણે અદ્રિતીય સ્મૃતિનું નિર્માણ.


તારા દિલમાં રહેલી મારી યાદો

અને તારા દિલને ધડકાવતી હું,

જાણે ધોધમાર વરસાદનું આગમન.


તારા હોઠથી ઉચ્ચારતા મારા શબ્દો

અને તારા હોઠને સ્પર્શતી હું,

જાણે અનુભવનું પહેલું પગલું.


તારા કર્ણમાં ગુજતાં મારા ગીતો

અને તારા કર્ણને સંભળાવતી હું,

જાણે પરોઢે પક્ષીઓનું કલરવ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance