STORYMIRROR

mansi khalasi

Others

4.8  

mansi khalasi

Others

લાગણીનો સમુંદર

લાગણીનો સમુંદર

1 min
508


ચર્ચા બંધ થઈ જાય છે,

લાગણીનો સમુંદર,

ક્યારેય સુકાઈ જતો નથી,


બન્યા આપણે સારા અને સાચાં મિત્રો,

ત્યારે સમજાયું મિત્રની કિંમત શું હોય છે,

ત્યારે મને તારી યાદ આવી,


કહેવા લાગી તને મારા જીવનની કથા

ત્યારે સમજાયું મિત્ર તો લાગણીનો સમુંદર હોય છે,

ત્યારે મને તારી યાદ આવી,


પરખ થવા લાગી મને મારા જીવનની,

ત્યારે સમજાયું મિત્ર તો હીરા જેવો હોય છે, 

ત્યારે મને તારી યાદ આવી,


ગૂંચવાઈ&nb

sp;હતી જીવનની મોહમાયાની જેલમાં, 

ત્યારે સમજાયું મિત્ર તો ચાવી જેવો હોય છે,

ત્યારે મને તારી યાદ આવી,


જીવવા લાગી જીવનના દરેક પળને,

ત્યારે સમજાયું મિત્ર તો મીણબત્તી જેવો હોય છે, 

ત્યારે મને તારી યાદ આવી,


લડવા લાગી જીવનની તકલીફોથી, 

ત્યારે સમજાયું મિત્ર તો ઢાલ સરીખો હોય છે

ત્યારે મને તારી યાદ આવી,


શીખી ગઈ આ દુનિયા સાથે જીવતા, 

ત્યારે સમજાયું મિત્ર તો જાદુગર જેવો હોય છે,

ત્યારે મને તારી યાદ આવી.


Rate this content
Log in