તણખલાંની શોધ
તણખલાંની શોધ
1 min
149
વિચારોથી અજાણ,
હું દુનિયામાં ભટકી રહી છું,
સુખ દુઃખથી ભરપૂર,
હું સમુંદરમાં ડુબી રહી છું,
તકલીફોથી ઘેરાયેલ,
હું આકાશમાં ઉડી રહી છું,
પરિવારના સ્વમાન,
હું સ્વપ્નોથી લડી રહી છું,
હા હું અંધારામાં મારા,
એક તણખલાંને શોધી રહી છું.