કેવું અજીબ છેને
કેવું અજીબ છેને
કેવું અજીબ છેને,
કે તું તારા સ્વાર્થ માટે જીવે છે,
અને હું તારા માટે.
તને તારા પૈસાનો મોહ છે,
અને મને તારા પ્રેમનો.
તને તારા ઈજ્જતની પરવાહ છે,
અને મને તારા પરિવારની.
તને તારા રૂપનું અભિમાન છે,
અને મને તારા ગુણોનું.
તને તારા સમ્માનનો ભય છે,
અને મને તારા અપમાનનો.
હા.. કેવું અજીબ છેને,
કે તું તારા જેલરૂપી મોહમાયમાં જીવે છે,
અને હું તારા ચાવીરૂપી આકાશમાં.
હા... કેવું અજીબ છેને,
કે તું તારા સમ્માનની પ્યાસ માટે જીવે છે,
અને હું તારા પ્રેમની પ્યાસમાં.
હા કેવું અજીબ છેને.