લાગણીનો સમુંદર
લાગણીનો સમુંદર
ચર્ચા બંધ થઈ જાય છે, લાગણીનો સમુંદર ક્યારેય સુકાઈ જતો નથી....!!
બન્યા આપણે સારા અને સાચાં મિત્રો
ત્યારે સમજાયું મિત્રની કિંમત શું હોય છે
ત્યારે મને તારી યાદ આવી ...
કહેવા લાગી તને મારા જીવનની કથા
ત્યારે સમજાયું મિત્ર તો લાગણીનો સમુંદર હોય છે, ત્યારે મને તારી યાદ આવી ....
પરખ થવા લાગી મને મારા જીવનની ,
ત્યારે સમજાયું મિત્ર તો હીરા જેવો હોય છે
ત્યારે મને તારી યાદ આવી ....
ગૂંચવાઈ હતી જ
ીવનની મોહમાયાની જેલ માં,
ત્યારે સમજાયું મિત્રતો ચાવી જેવો હોય છે
ત્યારે મને તારી યાદ આવી ....
જીવવા લાગી જીવનના દરેક પલ ને,
ત્યારે સમજાયું મિત્ર તો મીણબત્તી જેવો હોય છે
ત્યારે મને તારી યાદ આવી ....
લડવા લાગી જીવનની તકલીફો થી,
ત્યારે સમજાયું મિત્ર તો ઢાલ સળિખો હોય છે
ત્યારે મને તારી યાદ આવી ....
શીખી ગયી આ દુનિયા સાથે જીવતા,
ત્યારે સમજાયું મિત્ર તો જાદુગર જેવો હોય છે
ત્યારે મને તારી યાદ આવી ....