દિમાગનો દિલ પર કબજો
દિમાગનો દિલ પર કબજો
તારા વિચારમાં વસતી મારી યાદો,
આજે કયાંકને કયાંક ભૂલાઇ ગઇ છે...
કારણકે તારા દિમાગે તારા દિલ પર કબજો જો કરી લીધો છે!
તારા નયનોમાં છલકાતી મારી છબી,
આજે કયાંકને કયાંક ભૂસાઇ ગઇ છે...
કારણકે તારા દિમાગે તારા દિલ પર કબજો જો કરી લીધો છે!
તારા કર્ણમાં ગૂંચતા મારા શબ્દો,
આજે કયાંકને કયાંક ઘુંટાઇ ગયા છે...
કારણકે તારા દિમાગે તારા દિલ પર કબજો જો કરી લીધો છે!
તારા દિલમાં સચવાતા મારા વિચારો,
આજે કયાંકને કયાંક ખોવાઇ ગયા છે...
કારણકે તારા દિમાગે તારા દિલ પર કબજો જો કરી લીધો છે!
તારા સુવિચારમાં કહેવાતી મારી પડછાઇ,
આજે કયાંકને કયાંક દૂર થઇ ગઇ છે...
કારણકે તારા દિમાગે તારા દિલ પર કબજો જો કરી લીધો છે!
તારા પુસ્તકોમાં લખાતી મારી કવિતાઓ,
આજે કયાંકને કયાંક અદૃશ્ય થઇ ગઇ છે...