હાર અને જીત જીવનનાં પાસાંઓ
હાર અને જીત જીવનનાં પાસાંઓ


હાર અને જીત જીવનના પાસા બની ગયા છે,
ક્યારે મનથી હારી જઈએ છીએ તો
ક્યારે દિલથી જીતી જઈએ છીએ..
ક્યારે અપમાનથી હારી જઈએ છીએ તો
ક્યારે સમ્માનથી જીતી જઈએ છીએ..
ક્યારે યાદોમાં હારી જઈએ છીએ તો
ક્યારે સપનાંમાં જીતી જઈએ છીએ...
આ એક ચક્રવ્યૂહ છે જેમાં આપણે ફસાયા છીએ..
બહાર નીકળવાનો માર્ગ એક જ છે.. સમજણ પૂર્વકની મહેનત..!!!
કે એટલે જ તો કહેવાય છે કે "માની લઈને તો હાર છે પણ જો ઠાની લઈએ તો જીત છે"...