STORYMIRROR

Katariya Priyanka

Romance Thriller

4  

Katariya Priyanka

Romance Thriller

પતંગ અને દોર

પતંગ અને દોર

1 min
338

બને જો તું પતંગ તો બનું હું દોર,

લઈ જા મને, લઈ જવું હો જે કોર,


વિશાળ આભ બોલાવે બાંહો ફેલાવે,

સ્વાગતમાં આતુર, આપણને બોલાવે,


હવાનો હાથ ઝાલી, સંગાથે સહેલ કરીશું,

મંદ મંદ સ્વરે, વ્હાલની મીઠી વાતો કરીશું,


મેઘધનુષને અડવા, વાદળો સાથે લડવા,

ઊડીશું ઊંચે ને ઊંચે, પક્ષીઓને પકડવા,


બનને તું પતંગ, બનું હું તારી દોર,

જીવીશું સંગાથે, ગુંજવશું સ્નેહ શોર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance