મને ગમે દરિયો
મને ગમે દરિયો
એક મને તું ગમે અને બીજો ગમતો દરિયો,
દૂરથી આવતી જોઈને તને કૂદતો દરિયો,
દરિયા કિનારે રેતમાં હું કોતરતો તારું નામ,
સ્પર્શવા તારાં નામને કેવો ઉછળતો દરિયો !
બની નાનું બાળક કરું સવારી હું સાઈકલની,
જોઈને મારો આ નવો કિરદાર હસતો દરિયો,
ઉછળતાં મોજાંની મોજમાં મિત્રોની ટોળી ઝૂમે,
યૌવનની આવારગી જોઈ ગરજતો દરિયો,
પૂનમે પણ મહેરામણ ગાંડો થઈ કરે ઘુઘવાટ,
અમાસની કાજળ રાત્રિને પણ ખમતો દરિયો.
