STORYMIRROR

Bharti Dave

Inspirational Thriller

4.5  

Bharti Dave

Inspirational Thriller

મને યાદ છે એ પળ

મને યાદ છે એ પળ

1 min
243


આપણી પ્રથમ મુલાકાતની યાદ છે એ પળ,

અકબંધ છે આપણે કરેલાં પ્રણયની એ પળ,


લીધો હતો તારાં હાથમાં તે મારો હાથ એ દિને,

અનુભવી હતી તારાં સ્પર્શની અલૌકિક એ પળ,


પછી તો દિવસ જાય પણ રાત વિજોગણ લાગે,

યાદ છે ચાંદને તાકીને કરેલાં જાગરણની એ પળ,


દરિયા કિનારે આંખોનાં સમંદરમાં એકમેકનું ડૂબવું,

ન ભૂલાય રેતમાં દિલ દોરી તેમાં નામ કોતર્યાની એ પળ,


સાજન માજન બેઠું બેઠું મહાલતું હતું મંડપ મહીં,

આપણાં મંગલ પરિણયની એ યાદ છે એ પળ,


સાસુજીએ ઉંબરે ઊભી રાખીને મને પોંખી હતી,

કંકુ પગલે તારાં ઘરમાં મારાં ગૃહપ્રવેશની એ પળ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational