સફળતાનાં શિખરે
સફળતાનાં શિખરે
સફળતાનાં શિખરે ચડવું સહેલું નથી,
જો ચડી ગયાં તો ટકવું સહેલું નથી,
નશો ચડે છે પછી આભને આંબવાનો,
અને પછી ધરા પર વસવું સહેલું નથી,
દંભનો મુખોટો ઢાંકે છે અસલી ચહેરાને,
એટલે જ ખડખડાટ હસવું સહેલું નથી,
હાથ હવામાં વીંઝી વીંઝીને ભેગું કર્યું,
પછી પરહિત કાજે રળવું સહેલું નથી,
રમતમાં નાણાંનું રોકાણ સફળતાની નિશાની,
પણ, બની બાળક થોડું રમવું સહેલું નથી.
