મનથી જીત જરૂરી છે
મનથી જીત જરૂરી છે
હાર છોને મળે જીવન સંગ્રામમાં,
મનથી જીત જરૂરી છે,
છૂપાયેલી છે જીત દરેક હારમાં,
મનથી જીત જરૂરી છે,
ખુલી જશે બંધ કમાડો અશકયતાનાં,
મનથી જીત જરૂરી છે,
છે બુઝદીલી હારનાં ડરથી ભાગવામાં,
મનથી જીત જરૂરી છે,
રામ નામથી પથ્થરો પણ તર્યા જળમાં,
મનથી જીત જરૂરી છે,
મજા કંઈક ઓર છે પડકાર ઝીલવામાં,
મનથી જીત જરૂરી છે.
