સજાવી રાખ્યાં છે શમણાં
સજાવી રાખ્યાં છે શમણાં
સજાવી રાખ્યાં છે શમણાં,
અમે આંખોમાં તમારી યાદનાં,
થાય છોને જાગરણ અમારું,
વાયદા જો કરો તમે આવવાનાં,
બેઠાં અટારીએ અમે રાત ઓઢી,
દેખાય છે ચહેરો તમારો ચાંદમાં,
કાજળ આંખોનું આપ્યું ઉછીનું આભને,
લો કરી દીધાં બંધ નયન કમળશાં,
શબરી નથી કે કરું પ્રતીક્ષા વર્ષો સુધી,
શાને કરો છો રામ બનીને પારખાં ?
