STORYMIRROR

Bharti Dave

Inspirational Thriller

4  

Bharti Dave

Inspirational Thriller

ચક્રવાત

ચક્રવાત

1 min
232

એક ચક્રવાત ભીતરમાં ચકરાવે ચડ્યો છે,

ફરતો ફરતો મનડાની અટારીને અડ્યો છે,


આવ્યો છે તો કંઈક નુકસાન જરૂરથી કરશે,

અતીતના અબાધિત પ્રદેશમાં પડઘો પડ્યો છે,


દોડીને સમેટવા લાગી હું વિખરાયેલી યાદોને,

અકબંધ જર્જરિત પૃષ્ઠોને ઓક્સિજન મળ્યો છે,


એક જ કેન્દ્રબિંદુને લઈને વિસ્તરતાં આ વર્તુળને,

મર્યાદાની લક્ષ્મણરેખા તાણીને કેવો નડ્યો છે,


લાગણીની શાહીથી કેટલું લખ્યું છે એકમેકને,

મારો એક પત્ર બની પતંગ ખૂબ ઊંચે ચડ્યો છે,


ઘૂમરી ખાતો ખાતો પહોંચવાનો જરૂર તારી કને,

આજનો દિવસ ખરેખર મને તો બહુ ફળ્યો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational