હું
હું


કયારેક શાંત, કયારેક ચંચળ હોઉ છું,
હા, હું મારા સ્વભાવથી વાકેફ રહી છું.
કયારેક ધીર-ગંભીર, કયારેક ઉછળતી-કુદતી રહી છું,
હા, હું પરિસ્થિતિને અનુકુળ થઇને રહું છું.
કયારેક હસતી-રમતી, કયારેક ઉદાસ ને રડતી,
હા, હું લાગણીઓ પ્રમાણે વિચરતી રહું છું.
કયારેક મહેફિલમાં મસ્ત, કયારેક એકલતામાં અસ્ત,
હા, હું વિચારો સાથે સતત સંઘર્ષ કરતી રહી છું.
કયારેક થાકતી કંટાળતી, કયારેક સ્ફૂર્તિથી જીવતી,
હા, હું અનુભવથી શીખ ને ખુશીને ઉજવતી રહું છું.