હમસફર
હમસફર
તારૂ પળ માટે પણ દૂર જવું ને મારુ તડપવું,
પ્રેમ કહું કે વેદના કહું કે શું કહું?
તારા વગરની સવાર જોવી ને મારૂ આથમવું,
સ્વભાવ કહું કે ટેવ કહું કે શું કહું?
તું નથી છતાં તારા હોવાનો આભાસ થવો,
મારો પડછાયો કહું કે સથવારો કહું કે શું કહું?
સમય પહેલા તારી રાહ જોવાની મારી વ્યથા,
કલ્પના કહું કે હકીકત કહું કે શું કહું?

