રંગમંચ
રંગમંચ
1 min
11.3K
જીવન એક રંગમંચ
હું તું અને આપણે,
અહી સૌ આ રંગમંચની કઠપૂતળી
રોજ નવા પાત્ર
રોજ નવી સ્ક્રિપ્ટ
રોજ નવી વેશભૂષા,
હરદમ સજ્જ
ના જાણે ક્યારે કઈ ઘડી
ભજવવી પડે ભૂમિકા,
એક સાથે અનેકો કિરદાર
માગે આ રંગમંચ પડકાર,
નવ રસ પીવા ને પીવરાવવા
હું તું અને આપણે,
છે એક જ મારું આ અસ્તિત્વ
ને કિરદાર અલગ અલગ,
ચહેરો એક ને અસંખ્ય
ભાવો ની ભરમાર,
નાટકની ભૂમિકા અદા કરતા
ભૂલી જવાય છે સાચી અદાકારી,
છૂપાવી લાખ ભાવો મારા
કંઇક જુદા જ ભાવો છે મારા,
રંગમંચ છે રંગમંચ આ
હું તું અને આપણે એના કિરદાર