STORYMIRROR

Tirth Soni "Bandgi"

Thriller

3  

Tirth Soni "Bandgi"

Thriller

મારી મા

મારી મા

1 min
496

બીજ થી અંકુરિત થયો ને એના હરખનો પાર ન હતો

કંઈ વ્રતો ને ઉપવાસો કરી હરેક ક્ષણ મને માંગ્યો હતો


હું અવાક હતો એના ગર્ભ માં પોઢેલો હું મૌન હતો

મારો હર અવાક અવાજ એણે મૌનમાં મારા સંભાળ્યો' તો


મારી આંખો થઈ એણે એ વખતે જગનો પરિચય આપ્યો' તો

મારા કાન બની એણે મુજને ગીતા શ્લોક સંભળાવ્યો હતો


જ્યારે જનમ્યો હું જગત પર ફક્ત એ જ રુદન પર એ મલકી' તી

એ પછી હર આંસુ મારા પાલવ થી એના લૂછતી રહી


મારી ઉન્નતિ ની દુઆ હરક્ષણ ને દુઃખ નું ભંજન માગ્યું હતું

મારી માતા એ પિતા વિદાય પછી પોતે એમનું પણ પાત્ર નિભાવ્યું


મારું સ્વર્ગ નરક કે આભ અવની કહું સર્વ મારા માત પિતા

જે મારા મુખનું સ્મિતનું કારણ અને રુદનની એ ઢાલ બન્યાં.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller