બળતો બપોર
બળતો બપોર


વૈશાખી વાયરો; બળતો બપોર
ઊની- ઊની લૂ ના ચટકા ચારેકોર
સૂરજ દાદા થોડા આછા તપો
કેમ કરી ખમવા તમ કિરણોના જોર?
આકરી આ જંજાળ; મોંઘવારીની માર
એમાંય; તમ પ્રખર તાપનો નહીં પાર!
તળીયા શેકાય અહીં ; સરોવર સૂકાય અહીં
તમને કળાય નહીં! શું થોડા રીઝશો નહીં ?
દાદા એ મૌન તોડ્યુ નહીં !
વલોપાત થયો મનમાંહી
ભૂલ તો નથી થઈને મારી અહીં?
ચીરી છે મેં વનરાજી માતર
મારી સગવડતા ખાતર!
બુદ્ધિજીવી હું ખૂબ છતાં
મુશ્કેલી હાથે વ્હોરી લીધી
જીવતે-જીવત મરવા ખાતર!