એક સવાલ
એક સવાલ
1 min
167
આજે બંધ દરવાજે,
બારીમાંથી ઝાંકતું એક અપરિચિત ધૂંધળું આકાશ !
સીલીંગફેનની જેમ ગોળ ગોળ ઘુમતાં વિચાર,
વોશીંગમશીનમાં ધોવાતાં કપડાં સાથે સ્વચ્છ થતાં હ્રદય,
ગેસની જેમ પ્રસરતી એકતા-સહકાર-ભાઈચારો,
કૂકરની વરાળની જેમ સીટી વગાડતી શીખામણો,
ઝાડુની ઝાપટ સાથે વીખરાતી ધૂળની જેમ વીખરાતી અનુકંપા,
આ બધું જ દીવાલની સ્થિરતા છોડી,
કાલે- દરવાજો ઉઘાડતાં જ....
તાળામાં ફસાતી ચાવીની જેમ,
કાળની ગર્તામાં ફસાઇ તો નહીં જાય ને?