ઝઝૂમવું જ પડે
ઝઝૂમવું જ પડે
કરવું પડે જ આપણે કંઈક આપણા સપનાં માટે,
કેમ કે તે આપણી પોતાની આંખોથી જોયેલા છે,
સપનાંની સીડી પણ આપણે જાતે ગુંથવી પડે,
કેમ કે તે આપણી મહેનતથી પુરા થવાનાં છે,
લોકોની વાતોને ધ્યાનમાં રાખવાનું ચાલું કરશું,
તો સપનાંની દુનિયામાંથી વિદાય લેવી પડશે,
સપનાં હોય જો પોતાનાં, આનંદ અનેરો મળશે,
પરિશ્રમ કરેલાનાં સપનાંમાં પણ, અનેરી ચમક જડશે,
સપનાંની પાછળ તો ગાંડાઘેલા થવું પડે,
આપણાં જ સપનાં હોય જો તો, ઝઝૂમવું પણ પડે,
તો એનો મળેલો આનંદ અવર્ણનીય મળે !
