જાંબુ લ્યો રે જાંબુ
જાંબુ લ્યો રે જાંબુ
મીઠાં મજાનાં ને કાળાં-કાળા,
ને છે એ બહુ રૂપાળાં.
જાંબુ લ્યો રે જાંબુ...
મારા જાંબુ છે રસથી ભરેલાં,
ને તેમાં અનેક ગુણ રહેલા.
જાંબુ લ્યો રે જાંબુ...
અનેક રોગોમાં ઉપયોગી છે,
ને તાજા-માજા બનાવે છે.
જાંબુ લ્યો રે જાંબુ...
આબાલવૃદ્ધ એ સૌને ભાવે,
ને જોતા મોમાં પાણી લાવે.
જાંબુ લ્યો રે જાંબુ...
એનું શરબત બને જબરજસ્ત,
ને સ્વાદે બહુ મસ્ત.
જાંબુ લ્યો રે જાંબુ....
એના ઠળિયા પણ બહુ ગુણકારી,
ને બાળકોને શીખવે ગણતરી.
જાંબુ લ્યો રે જાંબુ....
ડાયાબિટીસને ઘરમાંથી ભગાડે,
ને હઠીલા રોગને મટાડે.
જાંબુ લ્યો રે જાંબુ.
