જાદુગર
જાદુગર
ફેરવે છડી મટકીમાં જાદુગર,
ખેરવે ગડી મટકીમાં જાદુગર.
સાંકળ ગોઠવી લે સોગઠીમાં,
મેળવે કડી કટકીમાં જાદુગર.
રોકી દે છે કોઈને પણ ઉભા,
ઠેરવે ખડી ચટકીમાં જાદુગર.
કરી દે છે ફેરફાર એ પલકમાં,
ફેરવે વળી છટકીમાં જાદુગર.
કાઢી લે છે નામ આરસીમાંથી,
શેરવે ચડી તકતીમાં જાદુગર.
લડ્યા વગર જ નામ હટાવી દે,
હેટવે લડી લટકીમાં જાદુગર.
અરસપરસ મેળવી દે છે 'દિન',
ભેળવે મળી છકડીમાં જાદુગર.
