STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Romance

4  

Vishvesh Jhala (ઉમંગ)

Romance

ઇલાજ

ઇલાજ

1 min
224

મારાં દર્દનો હવે કોઈ ઈલાજ નથી,

છે દુઃખ વિરહનું; કંઈ લાઈલાજ નથી,


શોધું છું કોઈ હમસફર સપનામાં હું,

સંભળાતો કાનમાં એનો અવાજ નથી,


વેદનાનું સરનામું બની બેઠો છું પ્રેમમાં,

તરી શકે દરિયામાં એવું હું જહાજ નથી,


વરસે છે એની યાદમાં ચોમાસું બારેમાસ,

છતાંય હવે પાણીનોય હું મોહતાજ નથી,


કાંધ મળી રહે છે મૃત્યુ બાદ અહીં 'ઉમંગ',

જીવતા સાથ આપે એવો આ સમાજ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance