Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiren Maheta

Abstract Romance Inspirational

4  

Hiren Maheta

Abstract Romance Inspirational

હવે ઊડવું છે પંખીની જેમ

હવે ઊડવું છે પંખીની જેમ

1 min
181


હવે ઊડવું છે પંખીની જેમ !


ખુલ્લું આકાશ અને કલરવતું ગીત, વળી વાદળું કોઈ ઓઢી લઉં તેમ,

હવે ઊડવું છે પંખીની જેમ !


વાડામાં બાંધેલા આયખાને સમજણની પાંખો બે ઓચિંતી ફૂટી,

લ્હાય જેવી ગરમીમાં દૂર પેલા મૃગજળની પાળો અચાનક તૂટી,

મૂંઝાઈ મૂંઝાઈને તો જીરવાનું ક્યાં લગી ? આજ હવે બાંધી લઉં નેમ,

હવે ઊડવું છે પંખીની જેમ !


વેંત જેવા આયખાના દિવસોય ટૂંકા ને ટૂંકી આ ધરતીની સીમ,

આપણે તો સપનાનો ખોબલો ભરીને હવે ઊડતા રહેવાનું અસીમ, 

મસમોટાં ડુંગરડા વીંધી-વીંધીને આ જીવતરને રાખ્યું હેમખેમ,

હવે ઊડવું છે પંખીની જેમ !


ખોલી દીધાં છે આ લોખંડી બારણાં, ને ભોંકાતી, રિબાતી જેલ,

આશાના અજવાળે જઈ હવે જીતવાનો ખુશીઓથી ઉભરાતો મહેલ,

આપણે તો પીંછાઓ વ્હાલમાં ઝબોળીને વાવેતર કરવાનો પ્રેમ,

હવે ઊડવું છે પંખીની જેમ !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract