હવે પધારો પિયા
હવે પધારો પિયા
પ્રેમ કરું પ્રીતથી પધારો હવે પિયા
બની ગઈ રાધા હું શ્યામનીને મીરાંની ભક્તિ પિયા !
રાહ જાઉં તારી હું આ જગરૂપી વનવગડે,
ક્યાંક તો હવે આવ માનવ સ્વરૂપ ધારણ કરીને,
ચીર પૂરવા આવો હવે આ કળજુગ આવ્યો કપરો
દ્રોપદીની જેમ નિર્ભયાનો જાહેરમાં રમાય જુગાર અંધારો !
સીતા માતાની જેમ થતાં કઈ કેટલાય અપહરણ જાણો
હવે તો બનો દ્રોપદીના સખા મનની વેદના જાણો,
હવે તો કૃષ્ણ આવો બની માનવ સ્વરૂપ પધારો
આ કલજુગના કાળને હવે તો દૂર ભગાવો.
