STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

હું શ્યામ તારી

હું શ્યામ તારી

1 min
232

હું છું તારી પ્રેમ દિવાની, ઓ શ્યામ તારી, સૂરત તારી જોવા તડપું, હું શ્યામ તારી,

સપનામાં આવી મુજને સતાવે, નખરાં કરીને મુજને તડપાવે,

રાત દિનની નિંદ્રા, બગાડે તું મારી, સૂરત તારી જોવા તડપું, હું શ્યામ તારી,


જ્યારે યાદ તારી મુજને આવે, ઘડી ઘડી પળ પળ ચેન ન આવે,

અશ્રું વહાવું હું, વિરહમાં ભારી, સૂરત તારી જોવા તડપું, હું શ્યામ તારી,


ક્યાં છૂપાયો છે મારા પ્રિયતમ, વાટ જોઉં છું તારી મારા સાજન,

હું છું રાધિકા, તારી પ્રાણ પ્યારી, સૂરત તારી જોવા તડપું, હું શ્યામ તારી,


જન્મ જન્મની હું દાસી છું તારી, દિલમાં વસાવી છે છબી મે તારી,

"મુરલી" મધુરી તું, સંભળાવ તારી, સૂરત તારી જોવા તડપું, હું શ્યામ તારી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama