શ્રાવણી ઉત્સવ
શ્રાવણી ઉત્સવ


શ્રાવણ કેરો માસ આવ્યો..
ઉત્સવને તહેવારો લાવ્યો..
મંદિરનો પૂજારી પણ ફાવ્યો...
બેઠો બેઠો શિવજી હરખાયો...
કંકુ ચોખા ને બિલી જોઈને..
ભૂતોનો એ નાથ છલકાયો...
જડતામાં ચૈતન્ય આવ્યું...
છોડમાં રણછોડ પરખાયો...
મંદિર માંયલો ઈશ્વર આજે...
હર હૈયે મલકાતો દેખાયો...
વરસાદી બુંદોમાં નાચે..
અંતરથી માનવ ભિંજાયો...
ઉત્સવની વણઝારે આવ્યો..
જગતમાં ઉત્સાહ ભરાયો.