મુલાકાત
મુલાકાત


જિંદગી છો રોજ આપે લાખ આઘાત,
ઝીલશું પડકાર ને દેશું તને માત,
હોય અંધારી ભલે કાળી, અમાસી,
આશનાં કિરણોથી સૌ અજવાળશું રાત,
ધન ભલે ના હોય પાસે જો ઘણુંયે,
જગમાં છે અણમોલ દિલની જ અમીરાત,
મન હરણ તો ઝાંઝવા પાછળ ફરે છે,
સૌના હૈયે છે દિવસ ને રાત ઉત્પાત,
છે ઘણું અણમોલ ના મળશે ફરીથી,
આપણે લખશું ગઝલ જીવનની રળિયાત,
ડૂસકાં ના સંભળાતા કોઈને જ્યાં,
લાગણીઓ ત્યાં કરે છે મનમાં કલ્પાંત,
પારકી પંચાત તો પારાવાર થઈ "ગીત"
ચાલને કરશું હવે ખુદથી મુલાકાત.