STORYMIRROR

Sejal Ahir

Drama

4  

Sejal Ahir

Drama

મનનો મઝધાર

મનનો મઝધાર

1 min
293

મનનો મઝધાર દરિયો વહ્યા કરે છે,

વિચારોમાં વમળમાં લહેરાયા કરે છે,


પોતાના દુઃખમાં સાથ છોડીને જાય છે,

જિંદગીની નૈયા હાલકડોલક થયા કરે છે,


બોજ જિંદગીનો વધારે નથી જિરવાતો,

જવાબદારી સોંપવામાં મન જાગ્યા કરે છે,


જિંદગીનું પાનું પાછળ છૂટતું જાય ત્યારે,

પસ્તાવો, વીતેલી પળો યાદ આવ્યા કરે છે,


કુદરતની કરામતમાં ક્યાં સુધી ભાગશું

કર્મ, નીતિમાં ઈશ્વરમાં ચિત્ત લાગ્યા કરે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama