જીવનની રાહમાં
જીવનની રાહમાં
જીવનની રાહમાં નિત નવી પરીક્ષા,
ડગલે ને પગલે રોજ નવી આશા,
કેવી છે જિંદગી થાય આમ પરીક્ષા,
પીડાતી ભયથી જીવવાની આશા,
ઉજાગરાને તાણથી ભરેલી પરીક્ષા,
હમણાં થાય પૂરી એવી નઠારી આશા,
છે પૂરી તૈયારી જિંદગી લે પરીક્ષા,
"રાહી"ને અવ્વલની છે આશા.