પતવાર
પતવાર
હે ઈશ ! સોંપી દીધી તુજને મારી પતવાર,
વિશ્વાસ છે નહિ ડૂબે મારી નૈયા મજધાર,
વાંચીને તરત જ ફેંકી દે એને લોકો,
સંબંધો પણ લાગે જાણે કોઈ અખબાર,
શમણાંઓ થઈને નવાબ ફરે છે આંખોમાં,
દિલમાં ભરાય છે હર પળ હર ક્ષણ દર્દનો દરબાર,
મૂક છે મજબૂરી ને બઘિર થઈ છે મોંઘારત,
ચારેબાજુ રણકે રૂપિયાનો રણકાર,
ઈચ્છાઓ સઘળી જ્યાં પોકારે છે બળવો,
કાયમ તૂટી જાય બિચારી મનની સરકાર,
છે અજબ જંગ મહોબતની સમજાતી ના,
બે હૈયાંની કરે છે કતલ નજરોની તલવાર,
માનવની જેમ સમય પાસે પણ ક્યાં છે સમય ?
વ્હેતો એ રહે નિત, રોકાય ના એ કદી પળવાર.
