STORYMIRROR

Geeta Thakkar

Drama

4  

Geeta Thakkar

Drama

હર પળ નવી પરીક્ષા લેતી જિંદગી

હર પળ નવી પરીક્ષા લેતી જિંદગી

1 min
281

આયુષ્યની પાઠશાળામાં,

સંબંધોના સરવાળામાં,

અનુભવોના દાખલામાં,

રોજ નવા સમીકરણ શીખવાડતી,

હર પળ નવી પરીક્ષા લેતી જિંદગી,

  

પ્રીતનાં પલાખાઓમાં,

સંવેદનાઓના શબ્દોમાં,

અહેસાસોના અક્ષરોમાં,

નવા નવા અનેક પાઠ શીખવાડતી,

હર પળ નવી પરીક્ષા લેતી જિંદગી,


લાગણીઓની રમતમાં,

હાર અને જીતના ડરમાં,

અનેક, અનેક લલકારમાં,

નવા પડકાર ઝીલવાનું શીખવાડતી,

હર પળ નવી પરીક્ષા લેતી જિંદગી,


જીવનના રંગમંચમાં,

સ્મિતનાં શણગારમાં,

અશ્રુઓના લિબાસમાં,

અવલ્લ અભિનય શીખવાડતી,

હર પળ નવી પરીક્ષા લેતી જિંદગી,


ઈચ્છાઓના આકાશમાં,

સોનેરી શમણાંનાં સાથમાં,

સમયની અવનવી પાંખમાં,

નવી ઉડાન ભરવાનું શીખવાડતી,

હર પળ નવી પરીક્ષા લેતી જિંદગી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama