STORYMIRROR

Rekha Patel

Drama

4  

Rekha Patel

Drama

સ્મિતનો લહેકો

સ્મિતનો લહેકો

1 min
399

ઝીલ્યો છે મેં તમારો અમૂલ્ય સ્મિતનો લહેકો, 

આવ્યો છે મારા જીવનમાં મોતીઓનો મણકો,

 

માની લાગણીઓનો અફાટ દરિયો, 

આપ્યો છે મેં મારાં મનનો અદીઠ ખજાનો,

 

મારા ખજાનામાં નથી સોના કે ચાંદીનો કટકો, 

નિર્મળ પ્રેમની સાથે મેં રોપ્યો છે પ્રીતનો લટકો,

 

જીવનની સંધ્યાએ આપું તમને કલમનો ઝટકો,

કશું યાદગાર બનીને લહેરાય છે મનનો મટકો,

 

સ્નેહની સરવાણીનો વહેતાં ઝરણાં સાથેનો નાતો, 

આભાસી મૃગજળથી ક્યાંય દૂર છે તેનો દેખાવો,

 

ઝરમર ઝરમર ફોરાઓથી આભેથી વરસતો, 

ઊંચી અટારીએથી નીકળીને મારા આંગણામાં વરસતો,

 

સૂરજનાં કિરણો નભેથી લીલા પાંદડેથી પસાર થતો, 

એમ જ તમારું સ્મિત પણ મારા જીવનનો લહેકો,

 

ચાંદનાં ચંદરવાથી ચારણીથી ચળાઈને આવતો, 

જાણે અંધારાને ઉલેચીને રૂપેરી દરિયો વરસતો,

 

આજ રીતે મેં ઝીલ્યો છે તમારા સ્મિતનો કટકો, 

"સખી" ક્યારેક જીવન બનીને ચહેકતો મનનો મોરલિયો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama