STORYMIRROR

purvi patel pk

Drama

4  

purvi patel pk

Drama

મૂર્તિકારની વેદના

મૂર્તિકારની વેદના

1 min
401

બોલવું નથી બસ, કંઈ બોલવું નથી જી,

અબોલા છે મારે તો, તારી સાથે જી.

ઓ પાલનહાર, પરીક્ષા લે કેવી તું મારી જી,

કઠોર કૃપા સમજી ચડાવું તોય માથે જી.


સુખ તો બસ, અલ્પ જ દીધુંં જી,

દુઃખ સઘળું ભેળું દીધું જી.

મૂર્તિકાર તો તુંય કેવો મોટો જી,

મૂર્તિકાર હું પણ ક્યાં નાનો જી.


તે બનાવી માનવ મૂર્તિ જી,

મેં બનાવી મૂક પ્રતિમા જી.

સર્જનહાર છે તું મારો જી, 

સર્જનહાર તો હુંય તારો જી.


સુખે દુઃખે તું મને સુધારે જી,

પ્રેમે પંપાળી હું તને સંવારુ જી.

દુઃખ આપી તું મને ટાંચે જી,

છીણી-હથોડીથી હુંય તને ટાંચુ જી.


તારું દુઃખ મારે કઠોર કૃપા જી,

ટાંચણ મારું અદભૂત કલાકારી જી.

મેં મૂર્તિમંત રૂપ તને આપ્યું જી,

નશ્વર દેહ તે મને આપ્યો જી.


તને રહેવા મેં મંદિરો બનાવ્યા જી,

મારે ભાગ્ય તો જૂનું ઝૂપડું જી.

તારા ચરણે અબીલ-ચંદન જી

મારે જોડીદાર ધૂળ ને ઢેફાં જી.


ના તું બોલે, ના હું બોલું જી,

તું મને બનાવે, હું તને બનાવું જી. 

મૂર્તિ ક્યારેય કંઈ ન બોલે જી, 

કરાવ્યા મેં તને જગતથી અબોલા જી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama